તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સિવીલ હોસ્પિટલમાં 18 દર્દી દાખલ, 13 દર્દી ઓક્સિજન પર

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 477 ટેસ્ટ થયા, 2 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 18 દર્દી દાખલ છે જેમાંથી 13 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 18 દર્દી દાખલ છે.

જેમાં આઇસોલેશનમા 6 દર્દી દાખલ છે જેમાં એકપણ દાખલ દર્દી પોઝિટિવ નથી, જ્યારે ISO જનરલ વોર્ડમાં 12 દર્દી દાખલ છે જેમાંથી 1 દર્દી પોઝિટિવ છે. 18 દર્દી પૈકી 13 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી.પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 477 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3378એ પહોંચ્યો છે. જ્યારે 2 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3213એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 27 કેસ એક્ટિવ છે. જ્યારે 9 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 173006 ટેસ્ટ થયા છે. હાલ કોરોનાના કેસની સ્ંખ્યા ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...