કાર્યવાહી:18 પાકિસ્તાનીના 10 દિવસના રિમાન્ડ પુર્ણ, તમામને પોરબંદરની ખાસ જેલમાં મોકલી દેવાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય જળ સીમામાં પ્રવેશેલા 18 પાકિસ્તાની માછીમારોને પોરબંદર SOG ને સોંપ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે આજે પુર્ણ થતા તેમને પોરબંદરની ખાસ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આઈ.એમ.બી.એલ ક્રોશ કરી ભારતીય જળ સીમામાં ઘુસી આવેલ 2 બોટ સાથે 18 માછીમારોને ગુજરાત કોસ્ટગાર્ડના અરીજય જહાજે જળ સીમાએ એ ઝડપી લીધા હતા.

આ તમામ માછીમારોને પોરબંદર SOG એ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમની 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે અદાલતે આ શખ્સોની પુછપરછ માટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આ શખ્સોની તપાસ કરશે. આ માછીમારોના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થઇ જતા તેમને પોરબંદરની ખાસ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...