સિંચાઇ:પોરબંદરના ઘેડ પંથકમાં 175 MCT પાણી સિંચાઇ માટે છોડાશે

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે યોગ્ય કરતા ધારાસભ્યએ સિંચાઇ મંત્રીનો આભાર વ્યકત કર્યો

પોરબંદરના ઘેડ પંથકમાં શિયાળુની ઋતુ દરમિયાન ઘઉં, ધાણા, જીરૂ, કપાસ વગેરે પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંચાઇનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે ખેડૂતોને ભરવાપાત્ર થતા નાણા સ્થાનિક ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ તાજેતરમાં સિંચાઇ વિભાગને ચૂકવ્યા છે. શિયાળુ પાકમાં સિંચાઇના પાણીની ખેડૂતોને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કાંધલભાઇ જાડેજાએ વધુ પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ભાદર-2 ડેમ માંથી વધુ પાણીનો જથ્થો છોડવામાં આવે તે માટે તાજેતરમાં કાંધલ જાડેજાએ ગાંધીનગર ખાતે સિંચાઇ મંત્રી ઋષીકેશ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. જેથી સરકારે પણ ધારાસભ્યની રજૂઆતને સ્વીકારી હતી. 100 MCT ની માંગણી સ્વીકારી હતી અને ઘેડ વિસ્તારના ખેડૂતોની પાણી માટે સમસ્યા ન પડે તેને લઇ ભાદર-2 ડેમમાંથી 175 MCT પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે.

જેથી કાંધલભાઇ જાડેજાએ સિંચાઇ મંત્રી ઋષીકેશ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. કુતિયાણા, રાણાવાવ સહિતના પંથકના 25 જેટલા ગામોના હજારો હેકટર જમીનમાં ખેડૂતોએ કરેલ પાક વાવેતરને પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહે છે. જેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...