કાર્યવાહી:17,462 ઇ - ચલણ આપી દંડની વસુલાત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 193 સીસીટીવી કેમેરાથી પોલીસની બાજ નજર : ચોરી, મર્ડર, અપહરણ સહિતના ગુનાના ભેદ ઉકેલાયા

પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 193 સીસીટીવી કેમેરાથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17462 ઇ ચલણ નિકડયા છે. ફુટેજની મદદથી ચોરી, મર્ડર, અપહરણ, ચેઈન સનેચિંગ, બાઈક ચોરી સહિતના ગુન્હાના ભેદ ઉકેલાયા છે.

પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર તા. 15 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં સીસીટીવી કેમેરાનું આ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે શહેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. પોરબંદરની તમામ એન્ટ્રી પોઇન્ટ અને એકઝીટ પોઇન્ટ સહિતના મહત્વના રસ્તા તેમજ મહત્વના સ્થળો એમ કુલ 34 લોકેશનમાં કુલ 193 જેટલા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે અને આ કેમેરાઓનું સંચાલન કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે.

24 કલાક કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ચાલુ રહે છે. જેથી મહત્વના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સરળતા રહે છે. આ ફૂટેજ દ્વારા ચોરી, મર્ડર, અપહરણ, ચેઈન સનેચિંગ, બાઈક ચોરી, તહેવારો માં સર્વેલન્સ, એક્સિડન્ટ સહિતના બનાવોમાં સીસીટીવી ફુટેજના માધ્યમથી અનેક ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવ્યા છે. તેમજ વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ જેવાકે ત્રિપલ સવારી, મોબાઈલમાં વાત કરતા વાહન ચલાવવું, પુરઝડપે વાહન ચલાવવા સહિતના ટ્રાફિક નિયમના ભંગ બદલ કુટેજની મદદથી અત્યાર સુધીમાં 17462 ઇ ચલણ નીકળ્યા છે.

અત્યાર સુધીમાં એકપણ કેમેરો બંધ થયો નથી
પોરબંદર શહેરમાં 34 લોકેશન પર કુલ 193 સીસીટીવી કેમેરા ફિટ કરાયા છે અને 24 કલાક કાર્યરત છે ત્યારે અત્યાર સુધીમાં એકપણ કેમેરો બંધ થયો નથી. બધા કેમેરા ચાલુ છે. વધુ 19 નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે તેવું પીએસઆઇ પી.આર. પટેલે જણાવ્યું હતું.

કેટલો સ્ટાફ કાર્યરત છે?
વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કુલ 45 નો સ્ટાફ કાર્યરત છે.

ઇ ચલણ માં કેટલાનો દંડ વસુલાયો?
સીસીટીવીના ફૂટેજ દ્વારા કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી અત્યાર સુધીમાં 17462 ઇ ચલણ નિકડયા છે જેમાં 12491 પાસેથી ચલણ વસુલાયા છે અને 4971 લોકો પાસેથી ચલણની વસુલાત બાકી છે. ઇ ચલણ ન ભરનાર સામે કાર્યવાહી કરાશે તેમ પીએસઆઇ પટેલે જણાવ્યું હતું.

કયા બનાવના કેટલા ભેદ ઉકેલાયા?
સીસીટીવી ફુટેજની મદદથી એક્સીડેન્ટ હિટ એન્ડ રન ના 20, પોલીસ કબ્જા માંથી નાશી છૂટેલ આરોપી 4, કિડનેપિંગ મિસિંગના 5, બનાવ બન્યા પછીનું ઇન્વેસ્ટિગેશન 8, ચોરીના 6, જાહેરનામા ભંગના 17, વિવિઆઇપી મુવમેન્ટના 3 સહિત કુલ 472નો ભેદ ઉકેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...