તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:નરસિંહ મહેતા યુનિ.માં 2017 બાદ 1.74 લાખ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટી નથી અપાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સહિત ગુજરાત NSUI દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી

જુનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. માં 2017 બાદ 1.74 લાખ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી નથી આપ્યા જે મુદ્દે પોરબંદર જિલ્લા NSUI દ્વારા આવેદન પાઠવી ત્રણ દિવસ માં યોગ્ય નહી થાય તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત પ્રદેશ NSUI ના ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા એ ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સીટી ના કુલપતિ આવેદન પાઠવી જણાવ્યું છે કે, આ યુનિવર્સિટી માં હજારો વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે અને એમાંથી ઘણાં વિધાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે અને ગ્રેજ્યુએટ થયાં ના 3 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે છતાં પણ આવા વિધાર્થીઓ ને ડીગ્રી સર્ટિફિકેટ મળ્યા નથી.

અગાઉ પણ આ મામલે પોરબંદર તથા જૂનાગઢ NSUI દ્વારા ઘણી રજુઆત કરાઈ છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ કોલેજો દ્વારા ડીગ્રી સર્ટિફિકેટ માટે ની રૂ. 350 ફી પણ લઈ લેવામાં આવી છે, પરંતુ આટલો સમય વીતી ગયેલ હોવા છતાં વિધાર્થી ને ડીગ્રી સર્ટિફિકેટ મળેલ નથી. હાલ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ ડીગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે પણ તે અમુક પ્રાઇવેટ કંપની દ્વારા માન્ય રાખવામાં આવતા નથી. જેથી ત્રણ દિવસ માં ડીગ્રી સર્ટીફીકેટ આપવાની તારીખ જાહેર ન થઇ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અનશન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...