પાલિકા તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. 6 હજારથી વધુ રકમનો દંડ ફટકાર્યો છે.
શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવોએ દરેક નાગરિકની નૈતિક ફરજ તથા જવાબદારી છે. તાજેતરમા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમા પોરબંદર- છાયા પાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી અને ચેકીંગ દરમ્યાન 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. 6 હજારથી વધુ રકમનો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છેકે, શહેરમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે પાલિકા ટીમ દ્વારા આ અંગે ઝુંબેશ ચલાવી ચેકીંગ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.