કાર્યવાહી:પોરબંદરમાં દારૂ અંગેના 17 કેસ નોંધાયા, 54 લિટર દેશીદારૂ કબ્જે કરાયો

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશો કરેલ હાલતમાં 8 શખ્સ ઝડપાયા

જિલ્લામાં દારૂ અંગેના 17 કેસ નોંધાયા છે. વિવિધ વિસ્તાર માંથી કુલ 54 લીટર દેશીદારૂ, 200 લીટર આથો તેમજ નશો કરેલ હાલતમાં 8 શખ્સને ઝડપી લીધા હતા. પોરબંદર જિલ્લામાં દારૂનું દુષણ વધી રહ્યું છે. દારૂની ટેવને કારણે અનેક પરિવારો આર્થિક, સામાજિક અને શારીરિક મુશ્કેલી વેઠી રહ્યાં છે.

સુભાષનગર, કડીયાપ્લોટ, ઝુંડાળા, બંદર વિસ્તાર, ખારવાવાડ, બોખીરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં દારૂની બદી જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં પોલીસે કુલ 17 જેટલા દારૂ અંગેના કેસ નોંધાયા છે. જેમાં નશો કરેલી હાલતમાં 8 શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહો હાથ ધરી છે જ્યારે 9 સ્થળેથી કુલ 54 લીટર દેશી દારૂ અને 200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવતા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનું દુષણ ડામવા પોલીસે ખાસ ડ્રાઇવ યોજવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...