તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોરબંદર જિલ્લાના 3 સ્થળેથી 16 બોટલ દારૂ જપ્ત કરાયો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કુલ રૂ.65,790નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદર જિલ્લાના અલગ અલગ ત્રણ સ્થળો પરથી પોલીસે ઈગ્લીંશ દારૂની 16 નંગ બોટલો જપ્ત કરીને કુલ રૂ.65,790 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને પાંચ શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

પોરબંદર શહેરના લોહાણા મહાજન વંડી પાસે પુનમ એપાર્ટમેન્ટમાં રહેતા નિકેશ કાલીદાસ કોટેચાના કબ્જામાંથી ઈગ્લીંશ દારૂની 8 બોટલ, શહેરની જાગનાથ સોસાયટીમાં રહેતા ભાવેશ કેશુ ચૌહાણના કબ્જામાંથી ઈગ્લીંશ દારૂની 6 બોટલો મળી આવી હતી અને પોલીસે આ દારૂ અંગે કડક ઇન્કવાયરી કરતા આ દારૂનો જથ્થો વનાણા ગામના કનુ ભીખુ કોડીયાતર પાસેથી વેચાણે લીધાની કબૂલાત આપતા પોલીસે ભાવેશ, જીવા ઉર્ફે જેડી તથા કનુ ભીખુ સામે ગુના દાખલ કર્યો હતો, જ્યારે રાણાવાવ શહેરના મોટા રબારી કેડામાં રહેતા રામા હીરા સીંધલ નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડીને ઘરમાં છૂપાવેલ ઈગ્લીંશ દારૂની 2 નંગ બોટલો જપ્ત કરી, કુલ રૂ. 65,790 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો