તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:RTE હેઠળ પોરબંદર જિલ્લામાં 505 બેઠક સામે 1589 ફોર્મ ભરાયા

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા. 15 જુલાઈએ પ્રથમ રાઉન્ડ બહાર પડે તેવી સંભાવના, મેરીટ પ્રમાણે પ્રવેશ અપાશે

RTE હેઠળ પોરબંદર જિલ્લામા 505 બેઠક સામે 1589 ફોર્મ ભરાયા છે. સરકારે ગરીબ અને વંચિત બાળકો માટે ખાનગી શાળાઓમા ધોરણ 1મા વિનામૂલ્યે પ્રવેશ માટેની રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળની પ્રક્રિયાની જાહેરાત કરી હતી. પોરબંદર જિલ્લામાં આરટીઇ પ્રવેશ માટેના ફોર્મ ભરવા માટે તા. 25/6 થી 5/7 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાના હતા. જિલ્લામાં પ્રાથમિક શાળા કે જ્યાં 1 ધોરણમા પ્રવેશ મેળવી શકાય તેવી 111 ખાનગી શાળાઓ છે જેમાં સરકારના નિયમ મુજબ 505 વિધાર્થીઓને પ્રવેશ માટે જગ્યા છે. તા. 5/7 સુધીમાં RTE માટે કુલ 1863 વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા જેમાંથી 274 ફોર્મ ફરીવાર ભરાતા કેન્સલ થયા હતા જેથી 1589 ફોર્મ ભરાયા છે.

હાલ ફોર્મ ચકાસણી શરૂ થઈ છે. ફોર્મ ચકાસણી તા. 13 જુલાઈ સુધી ચાલશે. પહેલો રાઉન્ડ બહાર પાડવાની સંભવિત તા. 15 જુલાઈ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. આમ જિલ્લામાં 505 જગ્યા સામે 1589 અરજીઓ આવી છે અને મેરીટ પ્રમાણે જગ્યા પર પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...