શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા સમયમાં વધારો કરાયો છે. હાલ કોલેજમાં તમામ કોર્ષમાં અભ્યાસ કરતા SC,ST અને OBCના વિદ્યાર્થીઓને સરકાર તરફથી જે શિષ્યવૃતિ મળતી હોય છે તેમાં ફોર્મ ભરાઈ રહ્યા છે, આ સમયે કોલેજના પરિણામો થોડા મોડા આવવાથી શિષ્યવૃતિના ફોર્મ પણ હવે ભરાઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓને આધારકાર્ડ બેંકમાં લિંક કરવા બાબતે ઘણું પરેશાન થવું પડે છે. વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા કે બેંકમાંથી વ્યવસ્થિત પ્રત્યુતર મળતા નથી તેથી તેમને વારંવાર અલગ અલગ જગ્યા પર ધક્કા ખાવાની ફરજ પડે છે.
વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના ફોર્મમાં આ કારણોસર ફોર્મ ભરતા ચુકી જતા હોય છે. ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ ઘણા પ્રશ્નો ઉદભવે છે જેને કારણે સમયસર ફોર્મ ભરી શકતા નથી. આધારકાર્ડ બેંકમાં લિંક કરવા બાબતે છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે અને લિંક બાબતે વિદ્યાર્થીનેદિવસો સુધી ધક્કો ખાવા પડે છે.
આ અંગે જિલ્લા NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને શિષ્યવૃતિના ફોર્મની સમય મર્યાદા વધારી આપવામાં આવે તેવી માંગ કરી હતી. જેને પગલે શિષ્ય વૃત્તિ ના ફોર્મ ભરવા માટે વધ 15 દિવસ જેટલો સમય વધારવામાં આવ્યો છે તેવું NSUIના કિશન રાઠોડે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.