11મો ખેલ મહાકુંભ:પોરબંદરમાં પાંચ દિવસીય ઈન્ટર ડિસ્ટ્રીક્ટ કબડ્ડી સ્પર્ધાનું આયોજન, સૌરાષ્ટ્ર-કચ્છની 15 ટીમોએ ભાગ લીધો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અન્ડર-17 ભાઈઓ-બહેનોની આ કબડ્ડી સ્પર્ધા પાંચ દિવસ સુધી ચાલશે
  • જિલ્લામાં પ્રથમવાર કબડ્ડી મેટ્રેસ પર આધુનિક ગ્રાઉન્ડમાં આ પ્રકારની મેચ રમાડવામાં આવી રહી

પોરબંદરમા ખેલ મહાકુંભ અંતર્ગત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે 11મા ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અન્ડર-17 ભાઈઓ અને બહેનોની ઈન્ટર ડિસ્ટ્રીક્ટ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાંચ દિવસ સુધી ચાલનારી આ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ કબડ્ડી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-કચ્છની 15 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત ઈન્ડોર હોલ ખાતે કબડ્ડી મેટ્રેસ પર આધુનિક ગ્રાઉન્ડમાં આ પ્રકારની કબડ્ડી મેચ રમાડવામાં આવી રહી છે.

આ કબડ્ડી સ્પર્ધા લીગ પદ્ધતિથી રમાડવામાં આવી રહી છે. ત્યારે આ સ્પર્ધામાં જે બે ટીમો ફાઈનલમાં પહોંચશે તે રાજ્યકક્ષાની ફાઈનલ સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...