દારૂનું દુષણ:જિલ્લામાં 24 કલાકમાં દેશી દારૂના 15 કેસ નોંધાયા

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર નામની
  • 7 શખ્સો​​​​​​​ પીધેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 15 કેસ નોંધાયા છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ દારૂ અંગેના કેસ નોંધાઇ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 15 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી પોલીસે અલગ અલગ 8 જગ્યાએથી 30 લીટર દેશી દારૂ ઝડપ્યો છે તથા 7 શખ્સો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જીલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...