પોલીસે કમર કસી:પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 15 કેસ

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા રાત્રીસમયે સઘન પેટ્રોલીંગ
  • પોલીસે 7 ને નશાની હાલતમાં ઝડપી લીધા

ગાંધીની જન્મભૂમી પોરબંદરમાં દારૂના કિસ્સા સામાન્ય બની ગયા છે અને પોલીસ દ્વારા આ અંગે કડકાઇથી કામ લેવામાં આવતું હોવા છતાં રોજબરોજ આવા કિસ્સા નોંધાય છે. પોરબંદર જિલ્લામાં 24 કલાક દરમિયાન દારૂ અંગેના 15 કેસ નોંધાયા છે તથા પોલીસે જિલ્લામાંથી 73 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે.

જિલ્લાભરમાંથી દારૂના દુષણ ડામવા જિલ્લા પોલીસે કમર કસી છે તેમ છતાં પોરબંદર જિલ્લામાંથી દારૂના કિસ્સા ખતમ થવાનું નામ લેતા નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દેશી દારૂના 15 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી પોલીસે જિલ્લામાંથી 73 લીટર દેશી દારૂ તથા 7 શખ્સને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...