કાર્યવાહી:પોરબંદર શહેરની 2 જગ્યા પરથી વિલાયતી દારૂની 15 બોટલ ઝડપાઇ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંદર રોડ પરથી તેમજ શીતલાચોકથી બે શખ્સોની અટકાયત કરાઇ
  • પોલીસે રૂ. 4500 ના મુદામાલ સાથે 3 શખ્સોની અટકાયત કરી

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ માત્રની રહી ગઇ હોય તેમ ટપોટપ પ્રોહિબીશનના કેસ સામે આવી રહ્યા છે. જે ગુજરાતમાં દારૂની બદી ધમધમી રહી હોવાનું પુરવાર કરે છે. પોરબંદર જિલ્લામાં પોલીસે ગઇકાલે 2 જગ્યાએથી વિલાયતી દારૂની 15 બોટલો ઝડપી લીધી હતી. આ બંને કેસમાં પોલીસે રૂ. 4500 ના મુદામાલ સાથે 3 શખ્સોની અટકાયત કરી છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે ગઇકાલે સાંજના સમયે બંદર રોડ પરથી બોખીરા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે રહેતા વિપુલ જાદવભાઇ મુકાદમ નામના 40 વર્ષીય શખ્સને વિલાયતી દારૂની 1 બોટલ કિંમત રૂ. 300 સાથે ઝડપી લીધો હતો. જયારે કે ગઇકાલે રાત્રીના સમયે બંદર એરીયામાંથી શીતલાચોકમાં રહેતા અશ્વિન ઉર્ફે જાકો લધુભાઇ ગોહેલ નામના શખ્સને વિલાયતી દારૂની 14 બોટલ કિંમત રૂ. 4200 તથા દેશી દારૂની 1-1 લીટરની 7 કોથળીઓ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સને આગવી ઢબે પુછતાછ કરતા આ માલ તેણે ધરમપુર ગામના ગોગન મોરી પાસેથી લીધો હોવાનું કબુલ્યું હતું. પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના હે.કો. બી. ડી. વાઘેલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...