તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા, પોલીસે રૂ. 75710 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં પોલીસે ગઇકાલે બે અલગ-અલગ જગ્યાએથી દરોડા પાડીને કુલ 14 શખ્સોને જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 75710 નો મુદામાલ કબજે કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામ પાસે આવેલા આસાબાપીરની દરગાહ પાસેથી પોલીસે ગઇકાલે સાંજના સમયે રણમલ જીવાભાઇ ગોરસેરા, ભાયાભાઇ ખીમાભાઇ ઓડેદરા, માલદેભાઇ રામાભાઇ ઓડેદરા, ભીખુભાઇ ભાયાભાઇ ઓડેદરા, કરશન અરભમભાઇ કડછા અને લખમણ વિરમભાઇ મોડેદરા નામના 6 શખ્સોને પોલીસે જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 59470 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે મજીવાણા ગામના રામ મંદિરના ચોકમાંથી પોલીસે વિજયભાઇ પરબતભાઇ હાટગરડા, અતુલ દિનેશભાઇ રાઠોડ, નિતેષ ભુપતભાઇ રાઠોડ, ભાયા ખોડાભાઇ સીંધલ, દેવાભાઇ નાથાભાઇ રાઠોડ, વિપુલ દિનેશભાઇ રાઠોડ અને રણજીત રતીલાલ રાઠોડ નામના શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 16240 નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...