ઝેરી સાપ:અઠવાડિયામાં 14 વ્યક્તિને સાપ કરડ્યા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વ્યક્તિને સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા : મોટા ભાગે ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારમાં ઘટના બની
  • પોરબંદર જિલ્લામાં ઝેરી સાપ કરડવાના બનાવમાં વધારો નોંધાયો : ચોમાસા બાદ ઝેરી જનાવર બહાર નીકળતા હોય છે

પોરબંદર જિલ્લામાં ઝેરી સાપ કરડવાના બનાવમાં વધારો નોંધાયો છે. એક અઠવાડિયામાં 14 વ્યક્તિને સાપ કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ચોમાસા બાદ પોરબંદર જિલ્લામાં સાપ બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વાડી વિસ્તારમાં ઝેરી સાપ બહાર નીકળે છે. છેલ્લા એક અઠવાડિયામાં 14 વ્યક્તિને સાપ કરડવાના બનાવ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે.

14 જેટલા વ્યક્તિઓને ઝેરી સાપ કરડતાં તેઓ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જેમાં હાથીયાણી વાડી વિસ્તારમાં રહેતી સુમન જુવાનસિંગ આદિવાસી નામની 17 વર્ષીય કિશોરી, ઉદ્યોગનગરમાં રહેતી નગ્મા ઉમરખાંન પઠાણ નામની 16 વર્ષીય કિશોરી, ખંભાળા ગામે રહેતી લલિતા વિરસિંગ બીજવાલ નામની 10 વર્ષીય બાળકી, રાવલ ગામે રહેતી રાધુબેન રોહિતભાઈ જમોડ નામની 22 વર્ષીય યુવતી, કડછ ગામે રહેતા 55 વર્ષીય આધેડ સવદાસભાઈ કેશવ કડછા, શ્રીનગર ગામે રહેતો ભૂરા લખમણ સોલંકી નામનો 12 વર્ષીય બાળક, હનુમાનગઢ ગામે રહેતા સુરમાબેન જમરા નામની 50 વર્ષીય મહિલા, ખીજદળ ગામે રહેતા સુરેશ બાબુ મકવાણા નામનો 20 વર્ષીય યુવાન, બેરણ ગામે રહેતો મુંજેશ નામનો 20 વર્ષીય યુવાન, સિસલી ગામે રહેતા રણમલ રાજશીભાઇ પરમાર નામનો 30 વર્ષીય યુવાન, ભારવાડા ગામે રહેતો રાજુ દેવાભાઈ ખુંટી નામનો 30 વર્ષીય યુવાન, બળેજ ગામે રહેતો હર્ષદ ધનજીભાઈ ઢાંકેચા નામનો 7 વર્ષીય બાળક, ખાપટ માં રહેતા શૈલેષ રાજશીભાઇ કારાવદરા નામના 35 વર્ષીય યુવાન અને દેગામ વાડી વિસ્તારમાં રહેતો કાલી મનોહર આદિવાસી નામના 13 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓને સાપ કરડતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શું સાવચેતી રાખવી?

પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતુંકે, આ સીઝનમાં ઝેરી સાપ નીકળતા હોય છે.

હાલ મગફળી ઉપાડવાની પણ સીઝન છે. ત્યારે ખેતરમાં ખુલ્લા પગે ન રહેવું જોઈએ. ચામડાના સૂઝ પહેરવા જોઈએ. ઘર પાસે અને છત પર ભંગારનો સામાન ન રાખવો જોઈએ. સાપ કરડે તો ડરવાની જરૂર નથી તાકીદે હોસ્પિટલ ખાતે દર્દીને પહોંચાડવો જોઈએ.

અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ

જે ભાગમાં સાપ કરડે ત્યાં ચૂસીને ઝેર કાઢવાની માન્યતા રહેલી છે જે ખોટી માન્યતા છે. સાપ કરડવાથી ઝેર લોહીમાં ભળે છે જેથી ચૂસવાથી ઝેર ખેચાઇ ને આવતું નથી પરંતુ ઝેર ચૂસનાર વ્યક્તિ ને પણ અસર થઈ શકે છે.

જે ભાગમાં સાપ કરડે ત્યાં કાપો મારવો જોઈએ નહિ. સાપ કરડે ત્યાં ટાઇટ કપડું બાંધવું નહિ. તેમજ ભુવા ભરાડા પાસે દાણા મંત્ર માટે જવું જોઈએ નહિ. હોસ્પિટલ ખાતે જ જવું જોઈએ તેવું ડો. સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...