કુતિયાણામાં જાહેરમા ઘોડીપાસાનો જુગાર રમતા 5 શખ્સને મોબાઈલ, કાર સહિત કુલ રૂ. 1.30 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
કુતિયાણા પીએસઆઇ એ.બી. દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન કુતિયાણા એસબીઆઈ બેન્ક પાસે રહેતો અતુલ ઉર્ફે આતો રણમલ કડછા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી, નાલ ઉધરાવી ઘોડિપાસાનો જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ સ્થળે ઘોડિપાસાનો જુગાર રમતા અતુલ ઉર્ફે આતો રણમલ કડછા, ફિરોજ ઉર્ફે ટડો કાસમ કુરેશી, નૂરમહંમદ ઓસમાણ બ્લોચ, મુનાખાન જાફરખાન પઠાણ અને ઇબ્રાહિમ સીદીક સોઢાને ઝડપી લીધા હતા અને રોકડ રૂ. 27,150, કાર, મોબાઈલ ફોન નંગ 4 સહિત કુલ રૂ. 1,30,150નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.