કાર્યવાહી:કોર્ટમાં રજૂ કરાતા 15 ઇરાની શખ્સના 14 દિ'ના રિમાન્ડ મંજુર

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જળસીમામાં ગેરકાયદેસર બે ઇરાની બોટે પ્રવેશ કર્યો હતો
  • નવીબંદર પોલીસ મથકે આ શખ્સો સામે બે ગુન્હા દાખલ થયા હતા

ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર 2 ઇરાની બોટ સાથે ઝડપાયેલા 15 ઇરાની શખ્સના 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. ભારતીય જળસીમામાં અલ અખતર અલી અને અલ અતા નામની ઇરાની બોટ અને તેમાં સવાર કુલ 15 ઇરાની શખ્સે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.

ભારતીય સુરક્ષા એજન્સીને ઇનપુટ મળતા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બન્ને બોટને ઝડપી લીધી હતી અને બન્ને બોટમાં સવાર 15 ઇરાની શખ્સને ઝડપી લઈ તપાસ હાથ ધરી શનિવારે પોરબંદર ખાતે લાવ્યા હતા. આ બોટ તથા તમામ શખ્સોએ મેરિટાઈમ ઝોન ઓફ ઇન્ડિયા એક્ટ તથા ધ ફોરનર્સ એક્ટ મુજબ ભારતીય જળસીમામાં પ્રવેશ કરી કાયદો ભંગ કરેલ હોય જેથી તમામ શખ્સ અને બોટને પોરબંદરની નેવીબંદર પોલીસ મથકે સોંપી ઇરાની શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ ઇરાની શખ્સોની વધુ પુરછપરછ માટે એસઓજી પોલીસે ઇરાની શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. એસઓજી પીઆઇ કે.આઈ. જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...