તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 1 મિનીટમાં મંજુર:પોરબંદર છાયા પાલિકાનું 1.39 કરોડ પૂરાંતવાળું બજેટ 1 મિનીટમાં મંજુર

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજેટ રજૂ કરી સત્તાપક્ષે વોક આઉટ કર્યું, વિરોધપક્ષે હોબાળો મચાવ્યો

પોરબંદર છાયા પાલિકાની બેઠકમાં રૂ. 1.39 કરોડ પૂરાંત વાળું બજેટ માત્ર 1 મિનિટમાં મંજુર કરવામાં આવ્યું હતું અને બજેટમાં રજૂ કરેલ 18 મુદ્દાઓ પર ચર્ચા કરવાનું વિરોધપક્ષ દ્વારા કહેવામાં આવતા 1 મિનિટમાં સર્વાનુમતે બજેટ રજૂ કરી સતાપક્ષે વોક આઉટ કરતા વિરોધપક્ષે હોબાળો મચાવ્યો હતો.

પોરબંદર છાંયા પાલિકાની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા પ્રમુખ સરજુ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં એકઝી. કમીટીના ચેરમેન શૈલેષ જોષી, પાલિકાના ઉપપ્રમુખ ભારતીબેન જુંગીની ઉપસ્થિતિમાં સુધરાઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ બજેટ રજુ કર્યુ હતું અને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ચીફ ઓફીસર હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુલ 44 સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં માત્ર 1 મિનિટમાં રૂ. 1.39 કરોડ પુરાંત વાળું બજેટ પસાર કરવામાં આવ્યું હતું.

બજેટમાં રૂ. 2,72,87,34,420ની આવક સામે રૂ. 2,71,48,85,542 રકમનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો અને બંધ સિલક રૂ. 75,000 સહિત કુલ રૂ. 1,39,23,878 પૂરાંત વાળું બજેટ 1 મિનિટમાં સર્વાનુમતે જાહેર કરી સતાપક્ષે વોક આઉટ કરી દેતા વિરોધ પક્ષના સુધરાઈ સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. સભામાં બજેટ મંજુર કરવામાં આવ્યું હતું જેમાં 14 મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી શહેરના 105 વિસ્તારોમાં ડામર, પેવર અને સી.સી. રોડના કામો હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત ચોપાટી ઉપર સી વ્યુ શોપીંગ મોલ અંગે પણ આયોજન હાથ ધરવામાં આવશે. શુદ્ધ પાણી માટે નલ સે જલ યોજના સહિત છાંયાના રણ વિસ્તારમાં તળાવ ડેવલોપમેન્ટ કામ હાથ ધરવામાં આવશે.

રતનપર અને બોખીરામાં એસ. ટી.પી. પ્રોજેકટ માટે રૂ. 56 કરોડ મંજુર​​​​​​​
પોરબંદરના રતનપર અને બોખીરા માટે રૂ. 56 કરોડની રકમ એસ.ટી.પી. પ્રોજેક્ટ હેઠળ મંજુર થઈ છે. રતનપરના રૂ. 30. 24 કરોડ અને બોખીરાના રૂ. 26.25 કરોડ મંજુર થયા છે.

​​​​​​​ખાપટ અને ધરમપુરમાં ભૂગર્ભ ગટર યોજના માટે 34 કરોડ મંજુર
પોરબંદર નગરપાલિકાની બેઠકમાં રજુ થયેલા બજેટમાં ખાપટ અને ધરમપુરમાં ભૂગર્ભ ગટરની યોજનાના પ્રોજેક્ટ માટે રૂ. 34.18 કરોડ બજેટ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયું હતું.

શું કહ્યું વિપક્ષના સુધરાઈ સભ્યએ ?
પાલિકા ખાતે બજેટ રજુ કર્યું ત્યારે એક જ મિનીટમાં ભાજપના તમામ સુધરાઈ સભ્યોએ બહાલી આપી દીધી હતી. તે સમયે કોંગ્રેસના સુધરાઈ સભ્ય ફારૂક સૂર્યા અને જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે. આ રીતે બજેટ પસાર કરી શકાય નહીં. દરેક મુદ્દાઓ રજુ થવા અને ચર્ચા થવી જોઈએ. અમને બોલવા દીધા ન હતા જે શરમજનક બાબત છે. અમે કલેકટરને આ અંગે રજુઆત કરશું તેવું પણ જણાવ્યું હતું.

સુધરાઈ સભ્ય મોહન મોઢવાડીયાએ 7 મી વખત પાલિકામાં બજેટ રજૂ કર્યું
પોરબંદર પાલિકાના સુધરાઈ સભ્ય મોહન મોઢવાડીયાએ સતત 7 મી વખત પાલિકામાં બજેટ રજુ કર્યું હતું. સી વ્યુ શોપિંગ મોલ અંગે તેણે જણાવ્યું હતું કે વિપક્ષનો વિરોધ છે પરંતુ ટેકનિકલી મંજૂરી લીધા પછી નાણાકીય મંજૂરી લીધી છે અને આ વિકાસનું કાર્ય છે.

40 કરોડની સ્ટ્રોમ
વોટર અને ફૂટપાથ યોજના
અમૃત યોજનાની ગ્રાન્ટમાંથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઈન તથા ફૂટપાથ પ્રોજેક્ટ માટે રૂ. 40. 89 કરોડ જેવી રકમ મંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો