પશુ નિદાન કેમ્પ:બળેજ ગામે યોજાયેલ પશુ નિદાન કેમ્પમાં 1312 પશુઓને સારવાર અપાઈ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર તાલુકાના બળેજ ગામ ખાતે પશુ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. બળેજ ગામે પશુ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હોવાથી આસપાસના ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તાર પશુપાલકોએ મેડિકલ કેમ્પમાં લાભ લીધો હતો. જેમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા સહિતના 1312 જેટલા પશુઓનું નિદાન કરવામાં આવ્યુ હતું.

અને પશુ તબીબ દ્વારા આ પશુઓને સારવાર આપવામાં આવી હતી. રસીકરણ, નિદાન, દવા ડિયર્મિંગ તેમજ ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી હતી. હાઇટેક વેટનરી પોલીટેક્લિનિક કોલેજ ધરમપુર અને ખાપટ દ્વારા આ પશુ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં ડો કિશન બુહેચા, પરેશ વાજા, ઉમેશ ગઢવી, ભાવેશ ચૌહાણ, નાથા ઉલવા સહિતના પશુ તબીબોની ટીમે સેવા આપી હતી. બળેજ ગામના સ્થાનિક આગેવન વિરમભાઈ પરમાર, રણજીતભાઈ વિસાણા, કરસનભાઈ આત્રોલીયા સહિતના અગ્રણીઓએ આ પશુ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...