દારૂના કિસ્સા:પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 13 કેસ નોંધાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીની જન્મભૂમી પોરબંદરમાં દારૂના કિસ્સા સામાન્ય બની ગયા છે અને પોલીસ દ્વાર આ અંગે કડકાઇથી કામ લેવામાં આવતું હોવા છતાં રોજબરોજ આવા કિસ્સા નોંધાય છે. પોરબંદર જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 13 કેસ નોંધાયા છે તથા પોલીસે જીલ્લામાંથી 9 જગ્યાએથી 38 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો.

પોરબંદર જીલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂના દુષણ ડામવા જીલ્લા પોલીસે કમર કસી છે તેમ છતાં પોરબંદર જીલ્લામાંથી દારૂના કિસ્સા ખતમ થવાનું નામ લેતા નથી. છેલ્લા 24 કલાકમાં 13 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. જેમાંથી પોલીસે જીલ્લામાંથી 9 જગ્યાએથી 38 લીટર દેશી દારૂ તથા 4 શખ્સને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. જીલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...