મેઘવર્ષા:125 ફીડર બંધ, 95 વીજપોલ, 4 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયાં

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના 95 ગામમાં વીજપ્રવાહ ખોરવાયો

પોરબંદરના 95 ગામોમાં વીજપ્રવાહ ખોરવાતા 27 ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. 125 ફીડર બંધ થયા હોય અને 95 વીજપોલ તથા 4 ટ્રાન્સફોર્મર  ધરાશય થયા હતા.પોરબંદર જીલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ પડયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે જીલ્લાભરમાં 95 જેટલા ગામોમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. ગ્રામ્ય પંથકમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હોવાના કારણે પીજીવીસીએલ વિભાગની 27 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ વિભાગની 27 ટુકડી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતા 84 જેટલા ગામોમાં વીજ પ્રવાહ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

આમ પોરબંદર જીલ્લાની વાત કરીએ તો 95 જેટલા વીજપોલ અને ચાર ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. ઉપરાંત 125 જેટલા ખેતીવાડી અને ગ્રામ્ય વિસ્તારના ફીડર બંધ થયા હતા. પીજીવીસીએલ વિભાગની ટીમે પ્રસંશનીય કામગીરી કરી ખોરવાઈ ગયેલ પુરવઠો શરૂ કર્યું છે. અને હાલ 11 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાથી કામ શરૃ હોવાનું પીજીવીસીએલ વિભાગ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...