તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:ઇન્દ્રેશ્વર મંદિરથી જૂની દીવાદાંડી સુધીના સમુદ્ર કાંઠે 12 કરોડના ખર્ચે સ્ટ્રક્ચર બનશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં સમુદ્ર કાંઠાનું ધોવાણ થતું અટકશે, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિરથી જૂની દીવાદાંડી સુધીના સમુદ્ર કાંઠે સમુદ્ર કાંઠાનું ધોવાણ થતું અટકાવવા રૂ. 12કરોડના ખર્ચે સ્ટ્રક્ચર બનવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરાયું હતું.પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર થી ખારવાવાડ વિસ્તાર પાસે દરવર્ષે દરિયાઈ મોજાના કારણે સમુદ્ર કાંઠાનું ધોવાણ થાય છે. કાંઠાની નજીક આવેલ ઇન્દ્રેશ્વર મંદિર, સ્ટેટ લાઈબ્રેરી, જૂની દીવાદાંડી તેમજ રહેણાંક મકાનોને નુકશાન પહોંચે છે. અને દરવર્ષે લાખો રૂપિયાનું નાણાકીય નુકશાન ભોગવવું પડે છે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા દ્વારા અગાવ ઇન્દ્રેશ્વર મંદિરથી જૂની દીવાદાંડી સુધી દરિયાઈ સંરક્ષણ માટેનું સ્ટ્રક્ચર બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.

જેની મંજૂરી મળતા રૂ. 12 કરોડના ખર્ચે આ વિસ્તારના સમુદ્ર કાંઠાનું ધોવાણ અટકાવવા સ્ટ્રક્ચર બનશે. જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે બાબુભાઇ બોખીરિયા, કિરીટભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાબુભાઈએ જણાવ્યું હતું કે, દરિયાઈ સંરક્ષણ માટેનું સ્ટ્રક્ચર બનશે જેથી દરિયાઈ કાંઠાનું ધોવાણ અટકશે અને આર્થિક નુક્શાનમાં લાભ થશે તેમજ વોકવે પણ બનશે જેથી જિલ્લાવાસીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે અને લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...