મેઘકહેર:પોરબંદરમાં 11 ઈંચ વરસાદ પડતા તારાજી, ઘરોમાં પાણી ઘૂસ્યા, ST બસ નાળામાં ખાબકી

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું
  • એસટી બસ નાળામાં ખાબકતા તમામ મુસાફરોનો બચાવ

પોરબંદરમાં 11 ઈંચ અને રાણાવાવમાં 10 ઈંચ પડતા તારાજી સર્જાઈ છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે તમામ મુસાફરો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. ભારે વરસાદ પડતા અને વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં NDRFની એક ટીમ ઉતારવામાં આવી છે. PGVCL ઉધોગનગર કચેરીમાં પણ પાણી ભરાય ગયા છે. 

તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા
પોરબંદરના રાણાવાવ હાઈ-વે નજીક ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. રાણાવાવમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. તે સમયે બસ રોડની સાઈડમાં  ભરાયેલા પાણીમાં ઉતરી ગઈ હતી. આ દરમિયાન બસમાં સવાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બાદમાં તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.

ખેતરોમાં પણ પાણી ભરાય ગયા
પોરબંદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મેંઢાક્રીક ડેમ ઓવરફ્લો થયો છે. હર્ષદ-મિયાણીમાં મેંઢાક્રીક ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરના બરડા પંથકમાં ગત રાત્રિએ સારો વરસાદ પડતાં નદીમાં નવા નીર આવ્યાં છે. વર્તુ નદીમાં નવા નીરની આવકની આવક થતાં વર્તુ નદી ઓવરફ્લો થઇ થઇ છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાય ગયા છે. જેથી લોકોની મદદ માટે NDRFની ટીમ ઉતારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...