ચૂંટણી:પોરબંદરમાં 11, કુતિયાણામાં 13 ઉમેદવારો ચૂંટણી લડશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 2 ઉમેદવારે અને કુતિયાણામાં 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું : ડમીમાં ઉભેલા ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં રદ કરી દેવાયા

ગુજરાત વિધાનસભાની આગામી 1 ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબકકાની ચુંટણીમાં પોરબંદર જિલ્લાની 2 બેઠકો માટે ચુંટણી જંગ ખેલાશે. જેમાં પોરબંદરની બેઠક પર 11 ઉમેદવારો અને કુતિયાણા બેઠક પર 13 ઉમેદવારો ચુંટણીના મેદાને જંગમાં ચુંટણી જંગ ખેલશે.

પોરબંદર વિધાનસભા બેઠક માટે કુલ 22 ફોર્મ ભરાયા હતા. જેમાંથી ચકાસણી દરમિયાન 13 ફોર્મ માન્ય રહ્યા હતા અને ફોર્મ ખેંચવાના આજના છેલ્લા દિવસ સુધીમાં 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા હવે પોરબંદર જિલ્લામાં 13 ઉમેદવારો ચુંટણી લડશે જેમાં ભાજપ, કોંગ્રસ, આમ આદમી પાર્ટી, બહુજન રિપબ્લીક સોશ્યલીસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાઇટ ટુ રીકોલ પાર્ટી અને અપક્ષના ઉમેદવારનો સમાવેશ થાય છે. જયારે કે કુતિયાણા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય હિન્દ એકતા દળ, આમ આદમી પાર્ટી અને અપક્ષનો સમાવેશ થાય છે.

પોરબંદરમાં જે બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે તેમાં અપક્ષના રાજેશભાઇ કરશનભાઇ પોસ્તરીયા અને પ્રકાશભાઇ ભીમાજીભાઇ ખેરાજી (આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર)નો સમાવેશ થાય છે. જયારે કે કુતિયાણામાં ફોર્મ પરત ખેંચવામાં મુળુભાઇ લીલાભાઇ ઓડેદરા (આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર)નો સમાવેશ થાય છે. કુતિયાણા બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે સામતભાઇ કદાવાલાને પાર્ટીનું મેન્ડેટ નહીં મળતા તેમનું ફોર્મ તપાસણી દરમિયાન રદ કરી નાખવામા આવ્યું છે. જયારે કે પોરબંદર અને કુતિયાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારોના ડમીમાં ઉભેલા ઉમેદવારોના ફોર્મ પણ ચકાસણીમાં આપોઆપ રદ કરી દેવામાં આવ્યા છે.

જો કે પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના માન્ય ઉમેદવારો ઉપરાંત ડમી ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રો આપોઆપ રદ થવાને બદલે ડમી ઉમેદવારોએ પરત ખેંચવા પડયા હતા. કારણ કે ભાજપ અને કોંગ્રેસની માફક આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજકીય પક્ષ ન હોવાને લીધે આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારોને 10 ટેકેદારોની સાથે ફોર્મ ભરવું પડયું હતું જેથી તે આપોઆપ રદ થઇ શકયું ન હતું અને તેને પરત ખેંચવું પડયું હતું.

તે ઉપરાંત કુતિયાણા બેઠક પર કાંધલભાઇ જાડેજાએ પહેલા એન.સી.પી. પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ એન.સી.પી.માંથી મેન્ડેટ ન આવતા તેમણે આ બેઠક પરથી સમાજવાદી પક્ષ અને અપક્ષ ઉમેદવાર તરીકે પણ વધુ 2 ફોર્મ ભર્યા હતા અને આ કિસ્સામાં આ ત્રણેય ફોર્મને મર્જ કરીને એક જ ઉમેદવારી ગણી તેમના સમાજવાદી પાર્ટીના ગણેલા ફોર્મને માન્ય ગણવામાં આવ્યું હતું.

પોરબંદરમાં ચૂંટણી લડનાર ઉમેદવારો
નામ પક્ષ
અર્જુભાઇ દેવાભાઇ મોઢવાડીયા કોંગ્રેસ
બાબુભાઇ ભીમાભાઇ બોખીરીયા ભાજપ
જીવન જુંગી આમ આદમી પાર્ટી
જેઠાભાઇ ભનાભાઇ ચાવડા બહુજન રિપબ્લીકન સોશ્યાલીસ્ટ પાર્ટી
રમેશભાઇ રાજાભાઇ ડાકી સમાજવાદી પાર્ટી
રાજેશ ગૌરીશંકર પંડયા રાઇટ ટુ રિકોલ પાર્ટી
ઓડેદરા રણમલભાઇ રામભાઇ અપક્ષ
ઓડેદરા લાખણશી દેવા અપક્ષ
પ્રકાશભાઇ વલ્લભદાસ ઉનડકટ અપક્ષ
મનોજ બાબુ બુધેચા અપક્ષ
મુકેશ રામજી પાંજરી અપક્ષ

કુતિયાણામાં ચૂંટણી લડનાર ઉમેદવારો
ઢેલીબેન માલદેભાઇ ઓડેદરા ભાજપ
નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરા કોંગ્રેસ
કાંધલભાઇ સરમણભાઇ જાડેજા સમાજવાદી પાર્ટી
બુટાણી રાજેશભાઇ મગનભાઇ રાષ્ટ્રીય હીંદ એકતા દળ
ભીમાભાઇ દાનાભાઇ મકવાણા આમ આદમી પાર્ટી
અજય કારાભાઇ ઓડેદરા અપક્ષ
આનંદ ક્રષ્ણકાંત બુચ અપક્ષ
ચંદુલાલ મોહનભાઇ રાઠોડ અપક્ષ
નિમેશભાઇ મનસુખભાઇ ભુંડીયા અપક્ષ
પ્રકાશભાઇ માધવજીભાઇ જુંગી અપક્ષ
મિલનકુમાર માધવજી ચૌહાણ અપક્ષ
મુકેશભાઇ લખમણ વઘાસિયા અપક્ષ
રાજેશભાઇ લક્ષ્મીદાસ મદલાણી અપક્ષ

અન્ય સમાચારો પણ છે...