તંત્રની તૈયારી શરૂ:પોરબંદરનાં 34 કેન્દ્ર ખાતે 10718 ઉમેદવાર પરીક્ષા આપશે, 24 એપ્રિલે બિનસચિવાલય પરીક્ષા યોજાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં તારીખ 24 એપ્રિલના રોજ બિનસચિવાલય વર્ગ 3 ની પરીક્ષા યોજાશે જેમાં 34 કેન્દ્ર ખાતે 10718 ઉમેદવાર પરીક્ષા આપશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિનસચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પરીક્ષા તારીખ 24 એપ્રિલના રોજ યોજાશે જેમાં પોરબંદરમાં આ પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઇ છે.

પોરબંદર જિલ્લામાં 34 કેન્દ્ર ખાતે 358 બ્લોકમાં 10718 ઉમેદવાર પરીક્ષા આપશે. દરેક બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે. સવારે 11 થી 1 સુધી પરીક્ષાનો સમય છે. ઉમેદવારોએ પેન, આઇડી પ્રુફ તેમજ પ્રવેશપત્ર સાથે લાવવાનું રહેશે. પરીક્ષા દરમ્યાન કોઈપણ ઇલેક્ટ્રિક સાધનો સાથે ન લાવવા જણાવવામાં આવ્યું છે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તેવી શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...