સેવાયજ્ઞ:1000 લમ્પિગ્રસ્ત ગૌધનને પૌષ્ટિક લાડુ ખવડાવાયા, દાતાઓ દ્વારા અનુદાનની સરવાણી

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાયોને લાડુ આપવાની કામગીરી હાથ ધરાઇ

પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા લમ્પીગ્રસ્ત ગૌધનને પૌષ્ટિક લાડુ આપવાનો સેવા યજ્ઞ શરૂ કરાયો છે જેમાં અનેક દાતાઓનો સહયોગ પણ મળી રહ્યો છે.પોરબંદર જિલ્લામાં લંપી વાયરસનું પ્રમાણ ખૂબ જ વધારે ફેલાઈ ગયું છે ત્યારે ઝુંડાળા, કડિયા પ્લોટ, મિલપરા, છાયા વગેરે વિસ્તારમાં આવા અનેક પશુઓ રસ્તે રજડી રહ્યા છે ત્યારે પોરબંદરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ તબીબના માર્ગદર્શન નીચે બીમાર ગૌધનને વેલા સાજા કરવા માટે પૌષ્ટિક લાડુ આપવામાં આવી રહ્યા છે. દરરોજ 1000 જેટલા પશુઓને દાતાઓના સહયોગથી લાડુનું ભોજન આપવામાં આવી રહ્યું છે.

હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એસ.એસ.સી કોલોની માં ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને તેમની ટીમ દ્વારા પૌષ્ટિક લાડુનું ભોજન આપવામાં આવ્યું રહે છે અને ગાયોની સ્વસ્થતા માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા લમ્પીગ્રસ્ત પશુઓને પોષણક્ષમ લાડવા ખવડાવવાનો આજે ત્રીજો દિવસ છે. દરરોજ 1000 જેટલા પશુઓને જુદા જુદા વિસ્તારોમાં જઈને લાડવા ખવડાવવામાં આવતા અન્ય દાતાઓ દ્વારા પણ અનુદાનની સરવાણી પણ શરૂ થઈ ગઈ છે.

રામદેવભાઈ મોઢવાડિયા થોડા દિવસ પહેલા કડિયા પ્લોટ, મિલપરા, ઝુંડાળા વગેરે વિસ્તારમાં જઈ લંપીગ્રસ્ત પશુઓનું નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ વાયરસનો શિકાર થયેલ પશુઓ મોઢામાં ચાંદા પડવાથી લીલું કે સુકુ ઘાસ ખાઈ શકતા નથી જેનાથી ગૌધનને અશક્તિ અને કમજોરી થઈ જવાને કારણે ધીમે ધીમે મૃત્યુના મુખ સુધી પહોંચી જાય છે

પરંતુ જો આ પ્રકારના ગૌધનને પોષણક્ષમ લાડવા ખવડાવવામાં આવે તો તેઓ સહેલાઈથી આરોગી શકે છે અને લંપીગ્રસ્ત પશુઓને ઘણી જ રાહત મળે તેમ છે. આ પ્રકારની માહિતી મળતા રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ગાયોને હળદર સાથેના પોષણક્ષમ લાડવા ખવડાવવાનો નિર્ધાર કર્યો અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ લાડવા પહોંચાડવાનું નક્કી કર્યું હતું.

કોરોના કાળમાં માનવસેવા અને લમ્પી કાળમાં ગૌસેવા
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરમાં કોરોનાકાળ વખતે ઓક્સિજનના બાટલા પૂરા પાડવાથી માંડીને અનેકવિધ સુવિધાઓ દ્વારા માનવસેવા હાથ ધરવામાં આવી હતી અને લોકોના જીવ બચાવવા માટે ભરપૂર પ્રયત્નો થયા હતા ત્યારે હવે કોરોનાકાળની જેમ જ લંપીકાળમાં ગૌધનને બચાવવા માટે આ ટ્રસ્ટના યુવાનો ગૌસેવામાં લાગી ગયા છે અને પશુઓ જલ્દી સ્વસ્થ થાય તે પ્રકારના લાડવા તૈયાર કરી અને શહેરમાં અનેક વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે.

આગેવાનોએ લીધી મુલાકાત
પોરબંદરમાં લંપીગ્રસ્ત ગૌધનમાં ચાલી રહેલા આ સેવાયજ્ઞને બિરદાવા માટે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરા સહિત અન્ય આગેવાનોએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં મહિલાઓ આ સેવાયજ્ઞમાં જોડાય છે તે પોરબંદર શહેરની માનવતાએ પશુઓ માટે જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ત્યારે પોરબંદરવાસીઓ અગ્રેસર રહે છે તેમ કહીને આ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...