અરજીનો નિકાલ:સેવાસેતુ કાર્યક્રમમાં 100 ટકા અરજીનો સ્થળ પર નિકાલ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારમાં 5360 અને ગ્રામિણ વિસ્તારમાં 15900 અરજીઓ આવી

સાતમાં તબક્કામાં શરૂ થયેલ સેવાસેતુ કાર્યક્રમને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે પોરબંદર જીલ્લામાં ગ્રામિણ તથા શહેરી વિસ્તારમાં 100 ટકા નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં આવેલી 5360 અને ગ્રામિણ વિસ્તારમાં આવેલી 15900 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ તથા છેવાડના વિસ્તારોમાં મોબાઇલ વાન દ્વારા નાગરિકોને સેવા પુરી પાડવામાં આવી હતી. પોરબંદર જીલ્લામાં શરૂ થયેલા સાતમા તબક્કામાં વિવિધ કચેરીઓ દ્વારા સ્થળ પર જ જન પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.

પોરબંદરના છેવાડના વિસ્તાર સહિત કુતિયાણના ઘેડ કે રાણાવાવના બરડા વિસ્તારોમાં લોકોને સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની સેવાનો સુખદ અને પરીણામલક્ષી અનુભવ થઇ રહ્યો છે. પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલી 5360 અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી 15900 મળીને જીલ્લામાં કુલ 21260 અરજીઓ આવી હતી જેનો સ્થળ પર જ પરિણામલક્ષી નિકાલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...