શિક્ષણ:પોરબંદર મેડિકલ કોલેજને MBBSની 100 સીટ ફાળવાઇ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુર ગામે 20 એકર જમીનમાં ભવ્ય બિલ્ડીંગની કામગીરી થશે

પોરબંદર મેડિકલ કોલેજ શરૂ થતા એમબીબીએસની સો સીટ ધારાસભ્યના પ્રયાસથી ફાળવવામાં આવી હોવાનું જણાવ્યું છે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા દ્વારા જણાવાયું છે કે ગુજરાત સરકાર અને તેઓની રજૂઆતના પરિણામને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને ખાસ કિસ્સા તરીકે 551 કરોડના ખર્ચે બનનાર 100 બેઠકો વાળી મેડિકલ કોલેજની મૂલ્યવાન ભેટ આપવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે નર્સિંગ કોલેજમાં મેડિકલ કોલેજની વહીવટી પ્રક્રિયા આગળ વધી રહી છે.

જેમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજના ડીન તરીકે ડોક્ટર સુશીલ કુમાર અને એડિશનલ દિન તરીકે ડોક્ટર કૃતાર્થ ભટ્ટની નિયુક્તિ કરાય છે. અને જુદા જુદા વિષયો માટે ૫૫ તબીબી અધ્યાપકોની નિમણૂક કરાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રારંભથી જ એમબીબીએસની સો સીટ ફાળવવામાં આવી છે. ધારાસભ્ય બોખીરીયાના પ્રયાસોથી આગામી સમયમાં અત્ય આધુનિક મેડિકલ કોલેજ માટે ધરમપુર ગામે 20 એકર જમીનમાં ભવ્ય બિલ્ડીંગની કામગીરી થશે. આમ પોરબંદર મેડિકલ કોલેજમાં એમબીબીએસની સો સીટની મંજૂરી મળતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...