તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:પોરબંદર જિલ્લાના ચિકાસા અને નવી બંદર ગામમાં 100 ટકા કોરોના પ્રતિરોધક રસીકરણ કરવામાં આવ્યું

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચીકાસા અને નવીબંદર ગામે 18 પ્લસ તમામ લોકોએ રસી મુકાવી હતી. - Divya Bhaskar
ચીકાસા અને નવીબંદર ગામે 18 પ્લસ તમામ લોકોએ રસી મુકાવી હતી.
  • 18 પ્લસ તમામ લોકોએ રસી મુકાવીને ગ્રામવાસીઓ માટે આદર્શ ગામ બની પ્રેરણા પુરી પાડી

કોરોનાથી રક્ષણ આપતી રસી માટે ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાના ચીકાસા અને નવીબંદર ગામના તમામ નાગરિકોએ રસીકરણ કરાવીને અન્ય ગામોને એક નવો રાહ ચિંધ્યો છે. મારૂ ગામ કોરોના મુક્ત ગામ બને મહાનગરોથી લઇને દુર દરાજના ગામડાઓ સુધી કોરોના મહામારી પ્રત્યે જાગૃતતા આવે, લોકો સામે ચાલીને રસી મુકાવે તે માટે તંત્ર દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવે છે.

ત્યારે પોરબંદરના ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના ચિકાસા અને નવી બંદર ગામના 18 પ્લસ તમામ લોકોએ રસી મુકાવીને અન્ય ગ્રામવાસીઓ માટે આદર્શ ગામ બની પ્રેરણા પુરી પાડી છે. અત્રે ઉલ્લેખનીય છેકે સરકારે જિલ્લામાં વેક્સિન આપવા પર કાપ મુક્યો છે. જરૂર કરતાં વેક્સિનનો જથ્થો ઓછો આપવામાં આવી છે આમછતાં પોરબંદર જિલ્લા ના ચીકાસા અને નવીબંદર ગામના 18 પ્લસ તમામ લોકોએ રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...