આયોજન:હિન્દુ બહેનોની રક્ષા માટેના ટ્રેનીંગ કેમ્પમાં પોરબંદરની 10 યુવતી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશિક્ષણ વર્ગ માટે ટ્રેનિંગ કેમ્પનું ભાવનગર ખાતે આયોજન કરાયું
  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માતૃશક્તિની બહેનો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન

ભાવનગર ખાતે આયોજિત હિન્દુ બહેનોની રક્ષા માટે ટ્રેનિંગ કેમ્પમાં પોરબંદરના બહેનો જોડાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માતૃશક્તિની બહેનો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં સહભાગી બનવા પોરબંદરની 10 બહેનો રવાના થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માતૃશક્તિની બહેનો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ વિભાગ દ્વારા અનેક કાર્યકર્તા બહેનો સેવા આપી રહ્યા છે. શ્રીરામ મહોત્સવ કાર્યક્રમમાં ખૂબ સારી સંખ્યામાં બહેનો સહભાગી થયા હતા.

ધર્મરક્ષા, સંસ્કૃતિની રક્ષા તેમજ સમાજ સેવામાં સક્રિય પણે કાર્યરત બહેનો સંગઠીત બનીને તેમજ આયોજન પૂર્વક કાર્ય કરે તેવા આશયથી માતૃશક્તિ કાર્યકર્તા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર ખાતે સરસ્વતી શિશુકુંજ મંદિરમા અભ્યાસ વર્ગનું આયોજન થયું છે. ત્યારે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિની બહેનો પ્રશિક્ષણ વર્ગમાં જવા રવાના થયા છે. હિન્દુ બહેન દીકરીઓની રક્ષા માટે માતૃશક્તિની બહેનો વિશ્વ હિન્દુ પરિષદના કેમ્પમાં ટ્રેનિંગ લેશે. અને આ પ્રશિક્ષણ વર્ગમાં સહભાગી બનવા માટે પોરબંદરના 10 જેટલા બહેનો રવાના થયા છે.

અન્ય સમાચારો પણ છે...