રેઇડ:માધવપુરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, 2 નાસી છૂટ્યા

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચામુંડા વિસ્તારની સીમમાં પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી

પોરબંદર જિલ્લાના માધવપુરમાં ચાલી રહેલા જુગારધામમાં પોલીસે વહેલી સવારે રેઇડ પાડી હતી જેમાંથી પોલીસે 10 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા જયારે કે 2 શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે આ જગ્યાએથી મોટી સંખ્યામાં રોકડ તથા અન્ય મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના માધવપુરના ચામુંડા વિસ્તારમાં સીમમાંથી પોલીસે ગઇકાલે વહેલી સવારે 3.15 વાગ્યે રેઇડ પાડીને ગોવિંદ દેવશીભાઇ ડાભી, પ્રવીણ બાબુભાઇ વાજા, નારણ દેવાભાઇ વાસણ, છગનભાઇ તેજાભાઇ માવદીયા, ભરતભાઇ વીંઝાભાઇ પરમાર, રસીક ગોવીંદભાઇ વાસણ, પ્રવીણ બટુકભાઇ વારા, સંજય ઉકાભાઇ કરગટીયા, દીનેશ ઉકાભાઇ વાસણ અને કરશન નગીનભાઇ કરગટીયાને પોલીસે જાહેરમાં તીન પતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

જયારે કે રાજુ ઉર્ફે માખો રાણાભાઇ કરગટીયા અને રામ હાથીયાભાઇ ખુંટી નામના 2 શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ જગ્યાએથી જુગારનું સાહિત્ય, રોકડ રૂ. 64800 તથા 1 બાઇક મળી કુલ રૂ. 79800 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ પોરબંદર LCB પોલીસ સ્ટેશનના PSI એચ. બી. ધાંધલ્યાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...