તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદર સિવીલ હોસ્પિટલમાં કોરોનાના 10 દર્દી દાખલ, 7 દર્દી ઓક્સિજન પર, 2 ડિસ્ચાર્જ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 10 દર્દી દાખલ છે જેમાંથી 7 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી.

પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 10 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 5 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 5 દર્દી દાખલ છે. જેમાં 1 પોઝિટિવ દર્દી દાખલ છે. 10 દર્દી પૈકી 7 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 668 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં નવા કુંભારવાળા માંથી 48 વર્ષીય પ્રૌઢનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3387એ પહોંચ્યો છે. જ્યારે 2 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયો છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3235એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 14 કેસ એક્ટિવ છે. જ્યારે 4 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 178793 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...