જિલ્લામાં 24 કલાકમાં 10 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 48 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 639 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 10 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
જેમાં પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાસે 1 સ્ત્રી, ખાપટ ગામે 55 વર્ષીય પુરુષ, વિરડી પ્લોટમાં 25 વર્ષીય પુરુષ, ખાસ જેલમાં 55 વર્ષીય પુરુષ, બોખીરામાં 25 વર્ષીય સ્ત્રી અને 17 વર્ષીય યુવક, તુંબડા ગામે 66 વર્ષીય પુરુષ, અડવાણા ગામે 60 વર્ષીય સ્ત્રી, સોઢાણા ગામે 70 વર્ષીય પુરુષ તથા આદિત્યાણા ગામે 65 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4221 એ પહોંચ્યો છે. 7 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4034 એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 48 કેસ એક્ટિવ છે જેમાંથી 27 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 21 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 397962 ટેસ્ટ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.