પોરબંદરમાં 24 કલાકમાં 10 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 11 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલ માંથી નાશી જતા પોલીસને જાણ કરવામાં આવી છે. દર્દી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે.
પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 749 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 10 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં રાણા કંડોરણા ગામ માંથી, મોરાણા, ભડ, બખરલા, નવીબંદર, ગરેજ, રાણાવાવ,બોખીરા માંથી 5 વર્ષથી માંડીને 65 વર્ષીય સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4231એ પહોંચ્યો છે.
11 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4045એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 47 કેસ એક્ટિવ છે જેમાંથી 25 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે, કોવિડ કેર સેન્ટર ખાતે 10 દર્દી, જ્યારે 12 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 398711 ટેસ્ટ થયા છે.
રાણાવાવ ગામે ગોપાલપરા વિસ્તારમાં રહેતો એક 17 વર્ષીય કિશોર કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ હતો. ગઈકાલે રાત્રે આ કિશોર હોસ્પિટલ માંથી નાશી છૂટતા આ અંગે હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, હોસ્પિટલ ખાતેથી કોરોના દર્દી નાશી છૂટયાની આ ત્રીજી ઘટના સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.