તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વધુ 10 બોટ, 56 માછીમારોના અપહરણ, પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા નાપાક હરકત

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોટ માલિકો તાત્કાલિક સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટને ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા - Divya Bhaskar
બોટ માલિકો તાત્કાલિક સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટને ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા
  • બે દિવસ પહેલા 8 બોટ, 45 માછીમારના અપહરણ કરી ગયા હતા

પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા વધુ એક વખત 10 બોટ અને 56 માછીમારોના અપહરણ કરાતા બોટ માલિકો તાત્કાલિક સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટને ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા. એક બાજુ કોરોનાવાયરસની મહામારીના કારણે લોકડાઉન થયું હતું અને બીજી બાજુ વિદેશમાં નિકાસ કરવામાં આવતી માછલીના કન્ટેનર લેવા માટે કોઈ તૈયાર ન હોવાથી મોટી નુકસાની વેઠવી પડી છે. ઉપરાંત જ્યારથી માછીમારીની સિઝન ખુલી છે ત્યારથી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે દરિયામાં પ્રવેશવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.

માછીમારો સાથે બોટ છોડાવવા ખાતરી આપતા પ્રમુખ
હાલ સીઝનના પ્રારંભમાં જ પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા માછીમારોના બંદૂકના નાળશે અપહરણ કરવાનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે. બુધવારના દિવસે બોટ સાથે માછીમારોના અપહરણ કરાયા બાદ શુક્રવારના દિવસે પણ વધુ દસ બોટ અને 56 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનું બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું. બોટ સાથે માછીમારોના અપહરણ કરવાના સમાચાર વેગવંતા બનતા જ બોટ માલિકો માં પણ રોષ ભભૂકી ઉઠયો હતો. લાખો રૂપિયાની કિંમતની બોટ અને માછીમારોના અપહરણ કરાતાં બોટ માલિકો સહિત ખારવા સમાજના અગ્રણીઓએ તાત્કાલિક ધોરણે સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટને પંચાયત મઢી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ દ્વારા પણ માછીમારોની સાથો સાથ બોટને છોડવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી હતી.

માછીમારોને મુક્ત કરાઈ પણ બોટ નથી છોડવામાં આવતી
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા માછીમારોની સાથે બોટને પણ પાકિસ્તાનના બંદર પર લઈ જવામાં આવે છે અને સમયાંતરે માછીમારોને મુક્ત કરવામાં આવે છે. પરંતુ બોટને છોડવામાં આવતી નથી. જેથી માછીમારોને લાખો રૂપિયાની નુકશાની વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...