મોનસૂન ઈફેક્ટ:વર્તુ-2 ડેમના 10 દરવાજા 3 ફૂટ અને ભાદરના 10 દરવાજા 7 ફૂટ ખોલાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લોઃ છેલ્લા 10 દિવસથી ઓવરફ્લો. શનિવારે પડેલા ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં વધારો - Divya Bhaskar
માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લોઃ છેલ્લા 10 દિવસથી ઓવરફ્લો. શનિવારે પડેલા ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં વધારો
  • પોરબંદર જિલ્લામાં ઝાપટાંરૂપી અડધાથી દોઢ ઇંચ વરસાદ

પોરબંદર તાલુકાના ઇશ્વરીયા ગામ પાસે આવેલ વર્તુ-2 ડેમના 10 દરવાજા ૩ ફૂટ અને ભાદર ડેમના 10 દરવાજા 7 ફૂટ ખોલાતા પોરબંદર જીલ્લાના 8 ગામોને સાવચેત કરાયા છે તો બીજી તરફ જીલ્લામાં આજે અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઇશ્વરીયા ગામ પાસે આવેલ વર્તુ-૨ ડેમમાં 17,880 ક્યૂસેક પાણીની આવક હોવાથી આ ડેમ 99.23 % ભરાઇ ગયો છે. જેના લીધે તેના 10 દરવાજાને ૩ ફૂટ ખોલી આવક જેટલુ જ 17,880 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

તેમજ ભાદરના 10 દરવાજા 7 ફૂટ ખોલી નખાયા છે, જેના લીધે આ ડેમમાંથી છોડવામાં આવતુ પાણી પોરબંદર જીલ્લાના જે ગામોને અસર કરે છે તેવા ગામો ઇશ્વરીયા, ભોમીયાવદર, પારાવાડા, ફટાણા, શીંગડા, મોરાણા, મીંયાણી, સોઢાણા ગામોને સાવચેત કરાયા છે. તો બીજી તરફ જીલ્લામાં ઝાંપટાંરૂપી વરસાદે કુતિયાણામાં 52 મીમી, પોરબંદરમાં 11 મીમી અને રાણાવાવમાં 43 મીમી વરસાદ વરસાવી દીધો છે. આ સાથે પોરબંદર જીલ્લાના રાણાવાવમાં મોસમનો કુલ વરસાદ 59 ઈંચ, પોરબંદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 50 ઇંચ અને કુતિયાણા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 54 ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...