પાકિસ્તાની બોટ પકડાઈ:ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ સાથે 10 માછીમાર ઝડપાયા, કોસ્ટગાર્ડની શિપ 'અંકિત'નું ઓપરેશન

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોસ્ટગાર્ડના કબજામાં રહેલા પાકિસ્તાની માછીમારો. - Divya Bhaskar
કોસ્ટગાર્ડના કબજામાં રહેલા પાકિસ્તાની માછીમારો.
  • તમામ માછીમારો અને બોટને પોરબંદર લઈ જવામાં આવ્યાં

ભારતીય કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડે બોટ સાથે 10 માછીમારને પણ ઝડપી પાડ્યા છે. તમામની વધુ પૂછપરછ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સમાફિયાઓ ડ્રગ્સની હેરાફેરી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોસ્ટગાર્ડ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. પોરબંદર કોસ્ટગાર્ડની 'અંકિત' નામની શિપે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી 'યાસીન' નામની પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી પાડી હતી. યાસીન બોટ પર સવાર 10 માછીમાર ઝડપાતાં તેમની વધુ પૂછપરછ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા છે. અહીં તમામ માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈન્ટ્રોગેશન કરવામાં આવશે. ત્યાર બાદ પોલીસને સોંપણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...