તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડે મોડે મેઘો મંડાયો:પોરબંદર જિલ્લામાં 1 થી 2 ઇંચ વરસાદ, 3 નંબરનું સિગ્નલ યથાવત, ઘેડ પંથકના 12 ગામમાં દોઢથી ત્રણ ઇંચ વરસાદ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ દીશામાં લો પ્રેશર સર્જાતા બંધાયેલી વરસાદની સીસ્ટમના પગલે પોરબંદરમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું હત - Divya Bhaskar
અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ દીશામાં લો પ્રેશર સર્જાતા બંધાયેલી વરસાદની સીસ્ટમના પગલે પોરબંદરમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું હત

પોરબંદરમાં આ વખતે વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ વરસાદ ખેંચાયો હતો પરંતુ મોડે મોડે અષાઢી બીજના સુકન સાચવી મેઘો મંડાઇ જતા પોરબંદરમાં ગઇકાલથી વરસવાનું શરૂ થયેલા વરસાદે આજે દિવસ દરમ્યાન સમગ્ર જિલ્લામાં 1 થી 2 ઇંચ પાણી વરસાદી દીધું હતું. કડાકા ભડાકા સાથે વરસતા વરસાદમાં વિજળી પડતા બે યુવાનો ઘાયલ થયા હતા. અરબી સમુદ્રમાં ઉત્તર પુર્વી દીશામાં લો પ્રેશર સર્જાતા બંધાયેલી વરસાદની સીસ્ટમના પગલે ગઈ કાલે પોરબંદરમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જે આજે પણ આગાહી વધુ 3 દિવસની આગાહી હોવાથી યથાવત રખાયું છે.

અષાઢી બીજના સુકન સાચવી મેઘો મંડાઇ જતાં પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે
અષાઢી બીજના સુકન સાચવી મેઘો મંડાઇ જતાં પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે

પોરબંદર જિલ્લામાં ગઇકાલે અષાઢી બીજથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. જે આજે પણ ચાલુ રહેતા પોરબંદર પંથકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સોમવારના રાત્રીના 8 કલાકથી મંગળવારની સાંજના 6 વાગ્યા સુધીના છેલ્લા 22 કલાક દરમ્યાન પોરબંદરમાં 55 મીમી, રાણાવાવમાં 21 મીમી અને કુતિયાણામાં 3 મીમી વરસાદ નોંધાયો છે. પોરબંદર વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શહેરના રાણીબાગ, જુની કોર્ટ, એમ. જી. રોડ, છાંયા પ્લોટ અને બોખીરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

જયારે બીજી બાજુ પોરબંદરની છાંયા ચોકી પાસે ગઇકાલે સાંજે એક કોલેજના અંડર કન્સટ્રકશન બિલ્ડીંગની છત પર વિજળી પડી હતી અને આ વિજળી પડી ત્યારે છત પર રહેલા કેયુર જોષી અને યશ મકવાણા જયાં ઉભા હતા ત્યાં વચોવચ વિજળી પડતા છત પર ખાડો પડી ગયો હતો અને બંને યુવાન પણ ઘાયલ થયા હતા. જેમાં કેયુર જોષીને ખભાના ગોળા પાસે 4 ફેકચર થયાનું જાણવા મળ્યું હતું.

શહેરી વિસ્તાર ઉપરાંત પોરબંદરના ઘેડ પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર ઘેડ પંથકમાં દોઢ થી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળેલ છે. તેવી જ રીતે બરડા વિસ્તારના ગામડાઓમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને બરડા વિસ્તારના ગામડાઓમાં પણ ત્રણેક ઇંચ જેટલો વરસાદ વરસી જતા વર્તુ નદીના કાંઠાના ખેતરો પાણીથી છલકાઇ ગયા છે.

ગામવરસાદ
પાતા2 ઇંચ
ચીંગરીયા2 ઇંચ
મંડેર1.5
ગોરસર2 ઇંચ
મોચા2 ઇંચ
બળેજ1.5
કડછ3 ઇંચ
સરમા2 ઇંચ
સામરડા3 ઇંચ
સાંઢા2 ઇંચ
બગસરા2 ઇંચ
ઘોડાસર1.5

મોડી રાત્રે ભારે વરસાદની આગાહી
13 તારીખની રાત્રી થી 14 તારીખની સવાર સુધી અમુક સ્થળે ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી હોય રાત્રીના ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

મોસમનો કુલ વરસાદ

તાલુકાવરસાદટકાવારી
પોરબંદર125 મીમી18.01 ટકા
રાણાવાવ78 મીમી10.08 ટકા
કુતિયાણા139 મીમી18.29 ટકા

પોરબંદરમાં ત્રણ દિવસ વરસાદની આગાહીતારીખ આગાહી
14 જુલાઇ:
ઓછા થી મધ્યમ વરસાદ
15 જુલાઇ: છુટ્ટી છવાઇ જગ્યા પર ભારે વરસાદ
16 જુલાઇ: ઓછા થી મધ્યમ વરસાદ

અન્ય સમાચારો પણ છે...