ક્રાઇમ:પોરબંદર શહેરમાંથી ATS દ્વારા 1 શકદારને અમદાવાદ લઈ જવાયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોન ટેપિંગમાં હવાલામાં સંડોવણી હોવા અંગે પૂરછપરછ હાથ ધર્યાની શકયતા

મોરબી, દ્વારકા ડ્રગ્સ પ્રકરણનું પગેરું પોરબંદરમાં હોવાની શક્યતાના આધારે અમદાવાદની ATS એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ ગઈકાલે રવિવારે પોરબંદર પહોંચી હતી અને પોરબંદર માંથી એક શખ્સને શકદાર તરીકે પૂરછપરછ માટે ઉઠાવી લીધો છે. વિશ્વાસપાત્ર સૂત્રો માંથી જાણવા મળ્યું છે કે હવાલામા પકડાયેલ આરોપીના ફોન ટેપિંગમા પોરબંદરના શખ્સનું નામ નીકળતા ATS પોરબંદર આવી હતી અને પોરબંદરના આ શખ્સની સધન પૂરછપરછ માટે અમદાવાદ ખાતે લઈ ગયા હતા. જાણકારસુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, નિવેદન લીધા બાદ આ શખ્સને છોડી મુકવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

જોકે ATS દ્વારા પોરબંદર માંથી શંકાના આધારે શખ્સને લઈ જવામાં આવતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે. ATS દ્વારા આ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અને પોલીસ તંત્ર દ્વારા પણ આ અંગે સમર્થન મળ્યું નથી. પોરબંદરનો દરિયાઈ માર્ગ આતંકી, હથિયાર, ડ્રગ્સ હેરફેર મામલે પોરબંદરનો ભૂતકાળ કલંકિત રહ્યો છે ત્યારે આ ફોન ટેપિંગ હવાલા મામલે પણ ATS કોઈ કચાસ રાખવા માંગતું ન હોય જેથી શકદાર શખ્સની પૂરછપરછ હાથ ધરી હોવાની પ્રબળ આશંકા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...