પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામની બેન્ક ઓફ બરોડામાં ગઇકાલે બપોરના સમયે એક શખ્સ ઘુસી આવ્યો હતો અને તેમણે બેંકના 1 કર્મીનો કાઠલો પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બેન્કમાં તોડફોડ આદરી હતી.
વિસાવાડા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ગઇકાલે બપોરના સમયે અનિલ સાજણભાઇ કેશવાલા નામનો શખ્સ કુહાડી લઇને બેન્કમાં આવ્યો હતો અને કોઈ અગમ્ય કારણસર બેન્કમાં નોકરી કરતા સુર્યનારાયણ મિશ્રા ભવેશમિશ્રા નામના કર્મચારીનો કાઠલો પકડીને ફરજમાં રૂકાવટ કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બેંકની ખુરશી નં. 1 તોડીને રૂ. 2500 નું નુકશાન કર્યું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસ આ શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના આર. એમ. ઓડેદરાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.