પોરબંદર જીલ્લાના કુતિયાણાના PGVCL કચેરીમાં ગઇકાલે બપોરના સમયે એક શખ્સ કેબલ સર્વીસ બદલવાની અરજી બાબતે ધમાલ મચાવી હતી અને કર્મચારીના ટેબલનો કાચ તોડીને મહિલા કર્મચારીને ધમકી આપી હતી.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના કુતિયાણા શહેરની PGVCL કચેરી ખાતે ગઇકાલે બપોરના સમયે રાજશી રામશીભાઇ ખોડભાયા નામનો શખ્સ આવીને તેણે ફરજ પર હાજર જુનીયર એન્જીનીયરને સર્વીસ કેબલ બદલવાની અરજી આપી હતી.
પોતાનું કામ કયારે થશે તેમ પુછતા મહિલાએ કહેલ કે તમારું કામ થઇ જશે તેમ કહેતા આ શખ્સ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો મહિલાને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી હતી અને ટેબલ પર હાથ પછાડીને ટેબલનો કાચ તોડી નાખતા કર્મચારીને હાથમાં ઇજા થઇ હતી તથા સરકારી મિલ્કત નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ તે કચેરીની બહાર નીકળીને તમે હવે અહીં કેમ નોકરી કરી લ્યો તેમ કહી પોતાની ફોર વ્હીલમાં બેસીને નીકળી ગયો હતો. આ અંગે PGVCL ના મહિલા કર્મચારીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.