તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શીશલીના યુવાનની આત્મહત્યાના પ્રકરણમાં 1 શખ્સની ધરપકડ કરાઇ

બગવદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સ ધમકી આપતા હોવાથી આત્મ હત્યાનું પગલું ભર્યાની ફરિયાદ કરાઈ હતી

શીશલી ગામના યુવાનને અગાઉ થયેલા જૂના મનદુઃખને લઈને 2 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી યુવાને આત્મહત્યા કરી હોવાની ફરિયાદના પ્રકરણમાં પોલીસે 1 ની ધરપકડ કરી છે અને બીજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

શીશલી ગામના કચરાભાઈ મુરૂભાઈ ઓડેદરાએ ફરિયાદ કરી હતી કે તેમના કાકા ગીગા લાખા ઓડેદરાને જમીનમાં ઇલેક્ટ્રીક કનેક્શન લેવા બાબતે અગાઉ તે જ ગામના રાજુ ભીમાભાઈ મોઢવાડિયા તથા તેના ભાઈ અને પિતા સાથે ઝગડો થયો હતો અને જે પ્રકરણમાં કચરાભાઈ ઓડેદરા, કચરાભાઈના ભાઈઓ તથા કચરાભાઈના કાકા સામે 307 મુજબ ફરિયાદ થઈ હતી અને સામી ફરિયાદો પણ કરવામાં આવી હતી.

જે બાબતનું મનદુઃખ રાખી રાજુ ભીમાભાઈ મોઢવાડિયા તથા વિક્રમ મેરામણભાઈ મોઢવાડિયાએ રાણા મુરૂભાઈ ઓડેદરા અને ગીગા લાખાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તેમજ સોશિયલ મીડિયામાં પણ ધમકી આપી ત્રાસ આપવાનું ચાલુ રાખતા આ ત્રાસથી કંટાળીને રાણા મુરૂભાઈ ઓડેદરાએ રવિવારે સવારના સમયે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત નીપજયું હતું.

આ ફરિયાદ સબબે પોલીસે ડાંગરવડ ગામના પાટિયા પાસેથી વિક્રમ મેરામણ મોઢવાડિયાને ઝડપી લીધો હતો અને અદાલતમાં રજૂ કરતાં અદાલતે તેના જામીન નામંજૂર કરી જેલ હવાલે મોકલી દીધો હતો. જ્યારે કે રાજુ ભીમાભાઈ મોઢવાડિયા નામનો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ના હોય તેની શોધખોળ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...