કોરોના સંક્રમણ:જિલ્લામાં વધુ 1 દર્દી કોરોના પોઝિટીવ, 1 દર્દી ડિસ્ચાર્જ, હજુ કુલ 13 કેસ એક્ટિવ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટીવ 13 પૈકી 11 દર્દી હોમ આઇસોલેટ, 2 સિવીલ હોસ્પિટલમાં દાખલ છે

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. હાલ જિલ્લામાં 13 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 924 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં બખરલા ગામની 30 વર્ષીય.મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4083એ પહોંચ્યો છે.

1 દર્દી સાજો થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3931એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 13 કેસ એક્ટિવ છે જેમાંથી 2 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 11 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 383577 ટેસ્ટ થયા છે. હાલની સ્થિતી મુજબ સાવચેતી રાખવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...