તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં ઠંડક:પોરબંદરમાં 1, રાણાવાવમાં 1, કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ, ઉપરવાસના પાણી આવતા કમંડલ નદીનો ચેકડેમ છલકાયો

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમા 21 એમએમ, રાણાવાવમા 24 એમએમ અને કુતિયાણામા 10 એમએમ વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો. જિલ્લામાં મોટેભાગે ખેડૂતો ચોમાસાની સીઝનમાં મગફળી અને કપાસનું વાવેતર કરે છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જન્માષ્ટમી બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે ત્યારે ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતો અને વેપારીઓ ગેલમાં આવી ગયા છે. ગઈકાલે ગુરુવારે રાત્રે 8 થી શુક્રવાર શાંજે 6 સુધીમાં પોરબંદરમા 21 એમએમ, રાણાવાવમા 24 એમએમ અને કુતિયાણામા 10 એમએમ વરસાદ નોંધાયો છે.

હાલ પણ વરસાદી વાતાવરણ જોવા મળે છે. બરડા પંથકની વાત કરીએ તો બરડા પંથકમાં છેલ્લા 3 દિવસમાં 5 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. ધીમીધારે વરસાદ પડવાને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે જેથી જળાશયોમાં નવા નીર આવ્યા નથી. ફટાણા પાસે વર્તુ નદી માંથી એક ફાંટો શીંગડા સાઈડ જાય છે જ્યાં કમંડલ નદી ઉપરનો ચેકડેમ છલકાયો છે. જોકે આ ચેકડેમ ઉપરવાસ ના પાણી આવતા છલકાયો છે. બરડા પંથકના કેટલાક વિસ્તારના ખેતરમાં વરસાદી પાણી ભરાયા નજરે ચડે છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...