તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો પોકાર:વાવમાં 12 કલાકે 1 ફૂટ પાણી ચડે,15 મિનીટમાં ઉલેચાઇ જાય, પોરબંદરનાં સુભાષનગરમાં 10 વર્ષથી સમસ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારથી હજારો બેડાની લાઇન - Divya Bhaskar
સવારથી હજારો બેડાની લાઇન
  • એક માત્ર વાવમાં પાણી ડુક્યું : 9 દિવસથી પાણી વિતરણ થયું નથી

પોરબંદરના સુભાષનગરમા પાણીનો પોકાર ઉઠ્યો છે. આ વિસ્તારમાં 9 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી અને આ વિસ્તારમાં માત્ર એક જ વાવ છે. તેમા પણ પાણી ડુકી ગયું છે. વાવમાં સરવાણીનાં કારણે 12 કલાકે 1 ફૂટ પાણીનો સંગ્રહ થાય છે. પાણી મેળવવા માટે માહિલાઓ બેડાની લાઇન કરી દે છે. પાણીનો સગ્રહ થતા વાવમાંથી પાણી ભરવાનું શરૂ કરી દે છે. માત્ર 15 મિનીટમાં જ એક ફૂટ પાણી ઉલેછી લે છે. સુભાષનગરમાં છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. હાલ તો પાણી માટે મહિલાઓ પડાપડી બોલાવે છે.

સુભાષ નગરમાં આવેલી વાવમાંથી પાણી મેળવા માટે સવારથી હજારો બેડાની લાઇન લાગી જાય છે. મહિલાઓ સવારથી બેડા કતારમાં મુકી દે છે.

પાણી માટે મહિલાઓની પડાપડી
પાણી માટે મહિલાઓની પડાપડી

વાવમાં પાણીનો સંગ્રહ થતા મહિલાઓ દોરડાની મદદથી વાવમાંથી પાણી બહાર કાઢવા માંડે છે. પાણી માટે મહિલાઓ પડાપડી કરે છે.

15 મિનીટમાં વાવનું પાણી પૂર્ણ
15 મિનીટમાં વાવનું પાણી પૂર્ણ

વાવમાં પાણીનો સંગ્રહ થાય બાદ માત્ર 15 મિનીટમાં મહિલાઓ પાણી બહાર કાઢી લે છે અને વાવ તળિયા ઝાટક થઇ જાય છે. ફરી 12 કલાક રાહ જોવી પડે.

અન્ય સમાચારો પણ છે...