તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:પોરબંદર જિલ્લામાં 480 ટેસ્ટ માંથી કોરોનાનો 1 કેસ, 1 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 480 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ભોમિયાવદર ગામનો 45 વર્ષીય પ્રૌઢનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3378એ પહોંચ્યો છે. જ્યારે 1 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયો છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3211એ પહોંચ્યો છે. જિલ્લામાં 29 કેસ એક્ટિવ છે. 9 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 172529 ટેસ્ટ થયા છે.

સિવીલ કોવિડ ખાતે 18 દર્દી દાખલ, 14 દર્દી ઓક્સિજન પર
પોરબંદર | પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 18 દર્દી દાખલ છે જેમાંથી 14 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 18 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 6 દર્દી દાખલ છે જેમાં એકપણ દાખલ દર્દી પોઝિટિવ નથી, જ્યારે ISO જનરલ વોર્ડમાં 12 દર્દી દાખલ છે જેમાંથી 1 દર્દી પોઝિટિવ છે. 18 દર્દી પૈકી 14 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...