તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ ઘટ્યું:પોરબંદર જિલ્લામાં 465 ટેસ્ટમાંથી કોરોનાનો 0 કેસ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. જ્યારે 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. પોરબંદર જિલ્લામાં કોરોનાનાં વળતા પાણી દેખાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે જિલ્લામાં 11 એક્ટિવ કેસ છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 465 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3387એ પહોંચ્યો છે. જ્યારે 1 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયો છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3238એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 11 કેસ એક્ટિવ છે. જ્યારે 4 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 179686 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...