ત્રણ કુદરતી વૈવિધ્ય:જંગલ, પર્વત અને સમુદ્રથી ઘેરાયેલા કુતિયાણામાં રાણાવાવના વોટર્સ કિંગમેકર

કુતિયાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણા બેઠક પર બાહુબલીઓના ત્રિપાંખિયા જંગમાં કોણ કોને હંફાવશે એના પર રહેશે રાજ્યભરની નજર

એક તરફ બરડો ડુંગર, બીજી બાજુ બરડાનું જંગલ અને ત્રીજી બાજુ અરબ મહાસાગર. વિધાનસભાની કુતિયાણા બેઠક આ ત્રણે કુદરતી વૈવિધ્ય ધરાવે છે. કુતિયાણા શહેર આમ તો નાનકડું છે પણ વિધાનસભા મતવિસ્તારમાં શહેર ઉપરાંત ઘેડ પંથક અને રાણાવાવનો પણ સમાવેશ થાય છે. જો કે આ વખતે ત્રિપાંખીયા જંગને કારણે એટલી જ રસપ્રદ છે. કંઇક ચારણી દુહા અને છંદનું જન્મસ્થળ એવા કુતિયાણાનું નામ કુંતી નામની ચારણ કન્યા પરથી આવ્યાની માન્યતા છે.

આ વખતે ત્રિપાંખીયા જંગને કારણે એટલી જ રસપ્રદ
વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં અહીં હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાને એનસીપીએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ અપક્ષ તરીકે અને સપાના ઉમેદવાર તરીકે એમ બે ફોર્મ ભર્યા છે. જ્યારે ભાજપમાંથી કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરા તો કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા છે. કાંધલ, નાથાભાઈ અને ઢેલીબેન ત્રણેય મેર જ્ઞાતિ છે.

મતદારો પક્ષ નહીં પણ ઉમેદવારને ધ્યાનમાં રાખી વોટ આપે
આપમાંથી માલધારી સમાજના ભીમાભાઈ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે. કાંધલ અને નાથાભાઈ ઓડેદરા બાહુબલિ બેકગ્રાઉન્ડ ધરાવે છે તો ઢેલીબેન પણ કોટડા બાહુબલિ પરિવારના વહુ છે. વર્ષોથી કુતિયાણા પાલિકાના પ્રમુખપદે હોવાથી અહીં તેમનું વર્ચસ્વ છે. જ્યારે કાંધલ ઘેડ પંથકના વતની હોવાથી અહીંના ગામોમાં તેમનું વર્ચસ્વ છે. આ સ્થિતિમાં રાણાવાવના મતદારો ચૂંટણીમાં નિર્ણાયક પુરવાર થશે એ નક્કી છે. જો કે અહીંનો ઈતિહાસ જોતા કુતિયાણાના મતદારો પક્ષ નહીં પણ ઉમેદવારને ધ્યાનમાં રાખી વોટ આપે છે.

બેરોજગારી અને હિજરતની સમસ્યા
કુતિયાણા શહેરમાં મુખ્યત્વે ધંધા રોજગાર, બેરોજગારી અને હિજરતની સમસ્યા છે. તે ઉપરાંત ખેતીને લગતી પણ ઘણી સમસ્યાઓ છે. રાણાવાવ શહેર અને તાલુકામાં કુતિયાણા શહેર કરતા અલગ સમસ્યાઓ અને મતદારોની વિચારસરણી અલગ છે. આ વિસ્તારમાં પોરબંદર જિલ્લાનો જંગલ વિસ્તાર આવેલો છે અને જંગલમાં નેસડા બાંધી વસતા માલધારીઓની સમસ્યાઓ પણ અલગ છે તેમજ રાણાવાવ તાલુકામાંથી નીકળતા લાઇમ સ્ટોન અને ચોક પાવડરને લઇને ધમધમતા ઉદ્યોગોની સમસ્યા પણ અલગ છે.

દર વર્ષે ખેતીને થતી નુકસાનીના પ્રશ્નો અલગ
ઘેડ વિસ્તારમાં દરિયાના ખારા પાણી અને દરિયામાં આવતી છેલને લીધે દર વર્ષે ખેતીને થતી નુકસાનીના પ્રશ્નો અલગ છે. કોંગ્રસના બાહુબલી ઉમેદવાર નાથાભાઇ ઓડેદરાએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું તેમના પછી છેલ્લી બે ચુંટણીમાં વિજય બનેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી ફોર્મ ભર્યું હતું. બે બળિયાનો જંગ હજુ મંડાય ત્યાં ભાજપે ઢેલીબેનને ટિકિટ આપીને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનાવ્યો છે. આપના ઉમેદવાર ભીમાભાઈ મકવાણાની પોતાના માલધારી સમાજ પર સારી પકડ છે. આ રસાકસીની વચ્ચે એનસીપી દ્વારા છેલ્લી ઘડીએ કાંધલને મેન્ડેન્ટ નહીં અપાતા રસપ્રદ વળાંક આવ્યો હતો. જો કે કાંધલે ઝૂકવાને બદલે એનસીપીમાંથી રાજીનામુ આપીને બે ઉમેદવારીપત્રો ભરીને માસ્ટરસ્ટ્રોક માર્યો હતો.

કુતિયાણાના મતદારો

કુલ વોટ 2.35 લાખ પુરુષ 1.16 લાખ મહિલા 1.09 લાખ

પક્ષ નહીં ઉમેદવારના નામ પર વોટ પડે છે
કુતિયાણા બેઠક પર અત્યાર સુધીના ઇતિહાસમાં 5 ચૂંટણી જીતી કોંગ્રેસે 23 વર્ષ સુધી શાસન કર્યું છે. તો 3 વખત જીતીને ભાજપે 14 વર્ષ અને 2 વખત જીતીને એનસીપીએ 10 વર્ષ શાસન કર્યું છે. તે ઉપરાંત સ્વતંત્ર પાર્ટીએ એક વખત જીતીને 5 વર્ષ, જનતા દળ પાર્ટીએ એક વખત જીતીને 5 વર્ષ અને 1 વખત જીતેલા અપક્ષ ઉમેદવારે પણ અહીં 3 વર્ષ શાસન કર્યું છે.

કેબિનેટ મંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ આપ્યા
પોરબંદરના કુતિયાણાની બેઠક પર ભૂતકાળમાં જીતેલા કોંગ્રેસના મહંત વિજયદાસજી અને માલદેવજીભાઇ ઓડેદરા સહિતના નેતાઓએ જે તે વખતે રૂલીંગ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...