કામગીરી:સંસ્થાએ પેન્શનનાં અઢી લાખ વૃદ્ધાની દીકરીને પરત કર્યા, કબીર અન્નક્ષેત્ર, શબરી ઘરમાં વૃદ્ધ દંપતી રહેતા

કુતિયાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા કબીર અન્નક્ષેત્ર અને શબરીઘરમાં અનેક વૃદ્ધો રહે છે અને એ નિરાધાર હોય છે. કુતિયાણા વાઘેશ્વરી મંદિર પાસે આવેલ વૃદ્ધાશ્રમમાં પદ્મબેન હરિભાઈ જોષી અને હરિભાઈ જોશી વૃદ્ધ હોય તેમના દીકરો ના હોય થોડા વર્ષ પહેલા હરિભાઈ મૃત્યુ પામેલ હોય, હરિભાઈ સરકારી નોકરી કરતા હોય તેથી તેનું પેન્સન આવતું હોય પરંતુ પદ્મબેન અભણ હોય તેને ખ્યાલ ના હતો કે તે પૈસા કેટલા હોય પરંતુ જે પૈસા આવે છે તે પૈસા ધીરુભાઈને આપતા હતા.

થોડા ખર્ચ માટે પિતાની પાસે રાખતા પરંતુ પદ્મબેન તબિયત નાદુરસ્ત હોય તેની દીકરી તેને પોતાના ઘરે લઈ ગયા હતા પરતું પૈસા બાબતની કોઈ ખબર ના હોય પરંતુ ધીરુભાઈ જોગીયા તેમને બોલાવી અને કબીર અન્નક્ષેત્રના સભ્ય સાથે રાખી ને રૂપિયા 2 લાખ 60 હજાર પરત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...